Latest

અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા સૂચન કરવામા આવ્યા.

બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,ફેમિલિ ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજનાનો અમલ થાય,દરેક જનલક્ષી યોજનાઓનો લાભ,

વરસાદના લીધે રસ્તાઓનું ધોવાણ થયું છે તેની કામગીરીની ચર્ચા કરવામાં આવી.લંપી વાઇરસ અને અન્ય યોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્ય જશુભાઇ પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *