વન રક્ષક અને વનપાલ દ્વારા રજુઆત કરવામાં આવી..
ગ્રેડ પે અને રજા પગાર બાબતે રજુઆત કરી ..
ગાંધી ચીંધ્યા માર્ગે હડતાલ પર જવા ચિમકી આપી..
સમગ્ર ગુજરાત ની સાથે સાથે બોટાદ જિલ્લા વન વિભાગ ના કર્મચારીઓ એ પણ ગ્રેડ પે મામલે આજ થી હડતાલ નુ રણશિંગુ ફુકીયું છે અને આવેદન પત્ર આપી પોતાની માંગણીઓ બાબતે રજુઆત કરી હતી .
બોટાદ વનીકરણ વિભાગ ના કર્મચારી એ આપેલા આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ગુજરાત રાજય વન કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રાજય ના વન વિભાગ મા ફરજ બજાવતા વનરક્ષક વર્ગ-૩ ને ૨૮૦૦ ગ્રેડ પે આપવો તેમજ વનપાલ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબતે અને રજાના દિવસે બજાવેલ ફરજ ના ભાગરુપે રજા પગાર આપવો.
વન રક્ષક ના બીજા ધણા બધા મુદ્દા બાબતે રજુઆત કરવામાં આવી હતી .પરંતુ અવારનવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યુ નથી ..
ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવા ચીમકી આપી
આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વન વિભાગ દ્વારા કમિટી ની રચના પણ કરવામાં આવી નથી માટે આ માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ નહી આવતા વન કર્મચારીઓમાં રોષ ફેલાતા તારીખ ૨૨/૦૮/૨૦૨૨ ના રોજ બોટાદ વન રક્ષક કર્મચારી મંડળ ના પ્રમુખ ચેતનસિંહ ગોહિલ તેમજ ઉપપ્રમુખ રણજીતસિંહ મોરી તથા બોટાદ વનીકરણ વિભાગ ના કર્મચારીઓ દ્વારા બોટાદ વનીકરણ વિભાગ ના નાયબ વન સંરક્ષક શ્રી ને આવેદન પત્ર આપ્યું હતુ.
બોટાદ વનીકરણ વિભાગ ના વર્ગ-૩ ના વનરક્ષકો અને વનપાલ પોતાના હક માટે તારીખ ૨૯/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધીનગર ખાતે અચોકકસ મુદતની હડતાલ પર જવા બોટાદ વનીકરણ વિભાગ ના કર્મી ઓ દ્વારા આવેદન પત્ર આપી ચિમકી આપે છે.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર