અમદાવાદ: નરસિંહજી ભુદાજી ઠાકોર ગોંડલ ફાયર બ્રિગેડમા ફાયરમેન તરીકે ફરજ બજાવતા હતા અને તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ગોંડલ ખાતે આયોજીત થયેલ લોકમેળામાં ફરજના સમય દરમ્યાન અન્ય વ્યક્તિની જાન બચાવવા પોતાના ફરજના ભાગ રૂપે પોતાની કર્તવ્ય નિષ્ઠાનું સર્વોચ્ય ઉદારણ પૂરું પાડવાની સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નો ઉદ્દેશ “WE SERVE TO SAVE” પુરવાર કરતા પોતાના જાન ની પરવાહ કર્યા વગર અન્ય વ્યક્તિની જાન બચાવવા સમયે પોતાનો જીવ ન્યોછાવર કરેલ. તેમના પરિવાર ઉપર આવી પડેલ આ દુઃખદ સમયગાળા દરમ્યાન અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના વતી તેમને શ્રદ્ધાંજલિ રૂપે રૂપિયા ૩૩૦૧૧૧/- (ત્રણ લાખ ત્રીસ હજાર એકસો અગિયાર રૂપિયા પૂરા) આર્થિક સહાય પેટે અર્પણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વતી – ૩,૩૦,૧૧૧/-, સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગર રીજીયન ૧,૦૨,૫૧૦/-, ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ – ૫૫૦૦/- અહીં જણાવ્યા પ્રામણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી શ્રદ્ધાંજલિ રૂપે કુલ રૂપિયા ૪૩૮૧૨૧/- (ચાર લાખ આડત્રીસ હાજર એકસો એકવીસ રૂપિયા પૂરા) ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે.