શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આવનારા દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ વીઆઈપી અને માતાજીના ભક્તો મંદિરના દર્શન કરવા આવી રહ્યા છે આજે સવારે અંબાજી મંદિર ખાતે ગુજરાતી અને હિન્દી ફિલ્મોના સિંગર સુચિત્રા વ્યાસ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
અરવલ્લીની ગિરિમાળામાં શૂટિંગ માટે આવેલા સિંગર સુચિત્રા વ્યાસ ઘણા ગુજરાતી અને હિન્દી આલ્બમમાં પોતાના સુંદર અવાજ દ્વારા ઘણા ગીતો ગાયા છે. આજે તેઓ વહેલી સવારે અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. નવરાત્રીમાં તેમના દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે
અંબાજી પ્રહલાદ પૂજારી