વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી, ભાવનગર ખાતે નવરાત્રિ- ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવેલ છે.
દરરોજ રાત્રે ૯ થી ૧૧.૧૫ ‘પ્રમુખ સ્વામીના સંગે, જીવન સાફલ્યના પંથે’ કેન્દ્રવર્તી વિચાર સાથે સતત 9 દિવસ સુધી સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા પ્રવચનો, બાળકો+ યુવાનો દ્વારા નૃત્ય, સંવાદ આદિ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવો દ્વારા વકતવ્ય તથા વિડિયો શોનો લાભ પ્રાપ્ત થશે.. જેના દ્વારા સૌ કોઈને જીવનમાં આગળ વધવાની, ભારતીય સંસ્કૃતિના ગૌરવની દૃઢતા તથા સંસ્કાર યુક્ત ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થશે.
નવરાત્રી ભક્તિ પર્વમાં પ્રથમ દિવસે તા.૨૬.૯.૨૨ ના રોજ ‘જીવન સાફલ્યની જડી બુટ્ટી’ એ વિષય ઉપર સારંગપુર સંસ્કૃત મહા વિદ્યાલય અને સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક સંત પૂ. આત્મતૃપ્ત સ્વામી, તા. ૨૭.૯.૨૨ ના રોજ ‘પીડ પરાઈ જાણે રે’ એ વિષય ઉપર સારંગપુરના પૂ. આત્મમનન સ્વામી, ૨૮.૯.૨૨ ના રોજ ‘સંપતિ અને સંતતિનું જતન’ એ વિષય ઉપર રાજકોટના પ્રસિદ્ધ લેખક, વક્તા શૈલેષ સગપરિયા, તા. ૨૯.૯.૨૨ ના રોજ ‘હું ટળે હરી ઢુકડા’ એ વિષય ઉપર અમદાવાદના પૂ. યજ્ઞપ્રિય સ્વામી, તા. ૩૦.૯.૨૨ના રોજ ‘કળિયુગમાં સતયુગ’ એ વિષય ઉપર રાજકોટના મોટીવેશનલ સ્પીકર સંત પૂ. અપૂર્વમુની સ્વામી, તા. ૧/૧૦/૨૨ ના રોજ ‘અમર વારસો’ એ વિષય ઉપર સુરતના પૂ. મુનીવંદન સ્વામી, ૨.૧૦.૨૨ ના રોજ નવસારીના પૂ. કૃષ્ણપ્રિય સ્વામી દ્વારા ‘ સંકીર્તન’ ,તા. ૩.૧૦.૨૨ ના રોજ ‘બીજાના સુખમાં આપણું સુખ’ એ વિષય ઉપર સારંગપુરના પૂ.અપૂર્વપુરુષ સ્વામી, તા. ૪.૧૦.૨૨ ના રોજ ‘સમત્વ યોગ ઉચ્યતે’ એ વિષય ઉપર અમદાવાદના પૂ.અક્ષરવત્સલ સ્વામી પ્રવચનનો લાભ આપશે. આ ભક્તિ પર્વનો લાભ લેવા તમામને અક્ષરવાડી મંદિર દ્વારા ભાવસભર આમંત્રણ છે.