અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવતો હોય છે ત્યારે પ્રથમ વાર બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે નહીં. અંબાજી મંદિરની અખબારી યાદીમાં અન્નકૂટ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
મંદિરથી મળતી માહિતી પ્રમાણે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે નહીં અને કારતક સુદ નવમના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે. બેસતા વર્ષે અન્નકૂટ યોજવામાં આવે તો આ અન્નકૂટની મીઠાઈ એક દિવસ અગાઉ લાવવી પડે અને તે દિવસે સૂર્યગ્રહણ હોઈ આ મીઠાઈ અન્નકૂટમાં ચાલી શકે નહીં એટલે કારતક સુદ નવમના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે.