સુરતના ઉધના વિધાનસભાના મતવિસ્તારમાં આવેલી વિજીયાનગર સોસાયટીના ગેટ પર કોઈ પણ પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશો નહીંના બેનરો લગાડીને સોસાયટીના રહીશો દ્વારા તમામ પક્ષોનું કરાયો વિરોધ..
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
ગુજરાતમાં આચાર સહિતા બાદ દરેક રાજકીય પાર્ટીઓના ઉમેદવાર પ્રચાર પ્રસાર કરવા અને મત મેળવા લોકોના ઘર આંગણે જતી હોય છે.ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે સુરતના ઉધના વિધાનસભા મતવિસ્તારમાં આવેલા વિજીયાનગર સોસાયટીના ગેટ પર કોઈ પણ પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં,માત્ર ચૂંટણી માટે જાગૃત થઈ વર્ષો સુધી લાપતા થતા કોઈપણ પક્ષના ઠેકેદારોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહી,સોસાયટીની માંગ પુરી ન થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે,
સોસાયટી દસ્તાવેજ અને N.A ન થાય ત્યાં સુધી કોઈ કોઈપણ પક્ષ કે ઉમેદવારે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, અને લોલીપોપ આપવા કોઈપણ પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીંના લખેલા બેનરો લગાડી વિરોધ કરવા આવ્યો છે.
ઉધના વિસ્તારમાં સોસાટીમાં ચૂંટણી બહિષ્કાર ના લાગ્યા બેનરો..
વિજયાનગર સોસાયટી ના ગેટ પર વિરોધ ના લાગ્યા બેનરો..
વિજયાનગર સોસાયટી માં વોટ માંગવા નહિ આવા ના લાગ્યા બેનરો..
પાછળ ના ધારાસભ્ય દ્વારા કોઈ કામ ન કર્યા હોવાના લાગ્યા આક્ષેપો…
સોસાયટી ના રહીશો દ્વારા તમામ પક્ષો નું કરાયો વિરોધ..