શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવે છે,ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દાન ભેટ આપતા હોય છે અને અંબાજી મંદિર ખાતે પણ ભક્તો દાનની સરવાણી કરી રહ્યા છે.
આજે અંબાજી મંદિર ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 454 ગ્રામ સોનાના નાના-મોટા બિસ્કીટ મળીને દાન આપવામાં આવ્યું હતું. જેની કિંમત 23 લાખ 67 હજાર થાય છે.અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.અંબાજી પ્રહલાદ પૂજારી