કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ -માલપુર 32 વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે
ત્યારે છેલ્લા છ દિવસ થી માલપુર અને બાયડ ના ગામડામાં ચૂંટણી પ્રચાર માટે ગામેગામ લોક સંપર્કમાં કરી કોંગ્રેસ ને મત માટે નો ચૂંટણી પ્રચારાર્થે અનેક લોકો વ્યાપારીઓ તેમજ તમામ સમાજો ના અગ્રણીયો તેમજ કોંગ્રેસના નેતા ઓ સાથે રાખીને જોરશોરથી પ્રચાર પ્રસાર કરી વિવિધ સમાજો ની બેઠકો કરતા લોક સમર્થન વ્યાપક પ્રમાણમાં મળી રહ્યું
જે આજે બાયડ શહેરના વિવિધ સમાજમાં થી યુવાનો યુવતીઓ તેમજ સામાજિક કાર્યકર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ને જીત અપાવવામાં તનતોડ મહેનત કરીને જીતાડવા નું આહવાન કરવામાં આવ્યું હતું ફૂલ ગુલાબી ઠંડી માં પણ જનમેદની ઉમટી પડી હતી