ગુજરાત મા વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી છે. બનાસકાંઠા જીલ્લાની 9 વિધાનસભા સીટ પર ચૂંટણીઓનો માહોલ જમાવવા માટે નેતાઓ પૂરી તાકાત લગાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તમામ પાર્ટીના ઉમેદવારો અને નેતાઓ પોતાની પાર્ટીના ઉમેદવારોનો જોરશોર થી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે,
ત્યારે આજે દાંતા તાલુકાના હડાદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરી જનતા વચ્ચે જવાનો પ્રયાસ કરાયો હતો. દાંતા વિધાનસભા સીટ પર 4 ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે સૌથી વધુ જંગ આપ,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે. આજે હડાદ વિસ્તારમાં આપના ઉમેદવાર નિવૃત ડીવાયએસપી એમ કે બુંબડિયા લોકોના પ્રશ્નોને વાચા આપી આ વિસ્તારમાં આપને જંગી બહુમતીથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
આજે દાંતા 10 વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બુંબડીયા દ્વારા દાંતા તાલુકાના હડાદ ગામે જોર શોર થી પ્રચાર પ્રસાર કરાયો હતો. મહેન્દ્રભાઈ બુંબડિયા સ્કૂલના બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને શાળાના બાળકોને જણાવ્યું હતું કે તમારા પેપર નહીં ફૂટવા દઈએ અને તમારી અભ્યાસલક્ષી દરેક બાબતો ઉપર અમારી સરકાર બનશે તો તમને તમામ લાભો આપીશું તમે એકવાર માત્ર અરવિંદ કેજરીવાલને અને આપના નિશાન પર મત આપીને વિજય બનાવો તેવી વિનંતી કરી હતી. આમ આદમી પાર્ટીના ઝંઝાવવાથી પ્રચારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોક સંપર્ક કરી ગામડે ગામે ફર્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી