
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ તાલુકાના કળિયાકુવા વિસ્તારોમાં આજે ભિલોડા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ના લોકસમપર્ક કાર્યક્રમો નું સિસોદરા (મેઘરજ),હીરાટીંબા, જેમાના, અર્જૂના હીરોલ, લાલાકૃપા, રાજપુર, સુરદેવી, ભૂતિયા, રામગઢી, સહિત ના કળિયાકુવા સુધી વિસ્તારોમાં વર્ષોથી ભાજપ નો ગઢ ગણાતા

અને ભાજપના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર ,સ્વ ડામોર કાળુજી હજૂરજી ડામોર પૂર્વ મેઘરજ તાલુકાના ભાજપ અધ્યક્ષ અને છેલ્લા બે ત્રણ ટર્મ થી અરવલ્લી સંગઠન ના મહામંત્રી અને ઉપ પ્રમુખ તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે લોકસેવા કરતા ભીખાજી દુધાજી ડામોર, સહિત ના મોભાદાર ઠાકોર સમાજ ના નેતાઓ ખુબજ મહેનત અને લોક કલ્યાણ તેમજ વિકાસના કામો કરી

આ ભાજપ ના ગઢ માં દબદબો રહ્યો છે તે વિસ્તારમાં આજે ભાજપ ના ઉમેદવાર પી સી બરંડા ના કાર્યક્રમમાં કરવામાં આવ્યો ત્યારે પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો પ્રચારાર્થે જોડાયેલા કાર્યક્રમ માં પ્રચાર માં પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી ભીખાજી ડામોર ,તાલુકા પંચાયતના સદસ્ય તેમજ સંઘઠન ના હોદ્દેદારો સહિત ભાજપ ના સ્થાનિક કાર્યકરો સરપંચો પણ જોડાયા હતા

















