ભાવનગર જિલ્લા આહિર સમાજ ના તેરમા (13) સમુહલગ્ન સખવદર ખાતે યોજાયો આ સમુહ લગ્નોત્સવમાં 29 યુગલો એ પ્રભુતાના પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં મોંધી બા જગ્યાના મંહત જીણારામ બાપુ તથા ગૌતમેશ્વર મહાદેવના મહંત સ્વરૂપાનંદજી તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી અને સખવદર ગામ ની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા આહીર સમાજના પહેરવેશમાં દ્વારા રાસ રજૂ કર્યો
આહિર સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર રીતે પ્રવચન કયુ કન્યાદાન સાથે થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કૅમ્પનું આયોજન કરાયું હતુ આહિર સમાજ ના વડીલો અને યુવાનો ને આહિર સમાજ ના ઉજળા ઇતિહાસ ને લક્ષમાં રાખી ૧૧૧ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું
આપણા આહિર સમાજ ના 17 થેલેસેમિયા પીડિત બાળકો ને દર વર્ષે કુલ 204 જેટલી બોટલ ભાવનગર બ્લડ બેંક દ્વારા ચડાવવા માં આવે છે ત્યારે આપણા સમાજે પણ આ બાબતની નોંધ લઇ બ્લડ બેંકનું ઋણ ઉતારવા બહોળા પ્રમાણ માં રક્તદાન કરીને વરપક્ષ અને કન્યા પક્ષ બંને તરફ પ્રતિનિધિ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી
ભાવનગર જિલ્લા સમૂહ લગ્ન સમિતિ ના માર્ગદર્શક નીચે સખવદર ગામના ભાઈઓ તથા બહેનોએ સુંદર વ્યવસ્થા અને પૂરો સાથ અને સહકાર આપી ભારે મહેનત કરી હતી આહિર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા