કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ગુજરાતમાં સરકાર ભાજપ ની હોય તેના વિરુધ્ધ ના ધારાસભ્યો હોવાથી અરવલ્લી જિલ્લામાં વિકાસ ના કામો માં ખુબજ તકલીફો પડતી તેમજ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં પણ વિરોધ પક્ષના ધારાસભ્યો હોવાથી 35 વર્ષ સુધી મંત્રી મંડળ વગર રહ્યું હતું ત્યારે આ ચૂંટણીમાં ભાજપનો બે સીટો પર દબદબાભેર જંગી બહુમતી થી કોંગ્રેસના ગઢ ગણાતી આદિવાસી અનામત સીટ પર પી સી બરંડા ની 30000 ની જંગી લીડ મેળવી છે ત્યારે તેમનો મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવે તો આવનાર લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓ ના ભાજપ માટે મત મેળવવા ખુબજ ઉપયોગી થઈ શકે તેવી આ વિસ્તારમાં જનતા નો એક સુર ઉભરી ઊઠ્યો છે
તેવીજ રીતે મોડાસા ની બેઠક પર પણ છેલ્લી કેટલીક ટર્મ થી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર અડિંગો જમાવી બેઠા હતા તેમને ભાજપના ભીખુસિંહ પરમારે ભારે રસાકસી લીડ થી ઘેર ભેગા કરવામાં સફળ રહ્યા હતા આમ મોડાસા અને ભિલોડા બંને વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મંત્રી મંડળ માં સમાવેશ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે
અરવલ્લી ભિલોડા સીટ પરથી ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર પી સી બરંડા પૂર્વ આઈ પી એસ પદ ત્યાગ કરી ભાજપે તેમને ગત વિધાનસભા માં ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી પણ ખૂબ ઓછા સમયમાં પ્રચાર કરવામાં તેમનો પરાજય થયો હતો
પી સી બરંડા આઈ પી એસ તરીકે નો ત્યાગ કર્યો તેવીજ રીતે તેમની પત્ની ચંદ્રિકા બરંડા પણ નાયબ કલેકટર તરીકે નો ત્યાગ કરી રાજકારણ માં લોક સેવાઓ કરવા જોડાયા છે એક નવાઈ પમાડે તેવી વાત તો એ છેકે આ દંપતી ને કોઈપણ સંતાન સુખ નથી ત્યારે આ પરિવારના સભ્યો બધાજ ચંદુભાઈ બરંડા તેમજ નિવૃત પ્રિન્સીપાલ આર સી પંડ્યા એ પણ નિસ્વાર્થ અને નિખાલસ પણે ભિલોડા અને મેઘરજ તાલુકા સહિત ની અરવલ્લી જિલ્લા ની જનતા જનાર્દન તેમનો પરિવાર સમજી લોક સેવા કરવા તત્પરતા ધરાવે છે
ત્યારે ભારત ના લોક લાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અને રાજકારણમાં ચાણક્ય એવા ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના કર્મઠ અને દીર્ઘ દૃષ્ટિ ધરાવતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપના સી આર પાટીલ સાહિત કેન્દ્રીય અને પ્રદેશ નું નેતૃત્વમાં એક અરવલ્લી જિલ્લામાં મંત્રી મંડળ માં ભીલીડા સીટ પરથી કોંગ્રેસ નો અભેદ કિલ્લો તોડનાર પી સી બરંડા નો સમાવેશ કરવામાં આવે તેવી અરવલ્લી જિલ્લાની જનતા ની એક માંગ ઉઠી છે