Latest

પારદર્શક રાજા , કુશળ રાજનીતજ્ઞ, અઢારસો પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન મળવો જોઈએ: પ.પૂ.આત્માનંદજી સરસ્વતી

બોટાદ ગુરુકુળ ખાતે ચાલતા શ્રીમદ્દ ભાગવત કથામૃત તેમજ વિશ્વહિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સાધુ સંતોની ઉપસ્થિતમાં બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત અને રાષ્ટ્રપ્રેમી સંત પ.પૂ.આત્માનંદજી સરસ્વતી દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સમર્થન આપ્યુ

અને વહેલી તકે ભારત રત્નથી સન્માનિત કરવા સાધુસંતો વતી સરકારને ટકોર કરી હતી અને ગોહિલવાડની જનતાના રજે રજમાં કૃષ્ણકુમારસિંહજી કૃષ્ણ તરીકે રમી રહ્યા છે. એવા પારદર્શક રાજા, કુશળ રાજનીતજ્ઞ, અઢારસો પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન મળવો જોઈએ તેવી લાગણી દર્શાવી હતી.

વધુમાં તેમને જણાવ્યું કે ભાવનગર એરપોર્ટનું નામાંભિધાન પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી કરવામાં આવે એવું પણ ખાસ સૂચવ્યુ હતું. આ મિશન ભારત રત્ન અભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલીયા દ્વારા છેલ્લા અઢી વર્ષથી અવિરત રીતે અભિયાન ચલાવી ગુજરાતના સાધુ સંતો,વરિષ્ઠ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, રાજકીય લોકોના સમર્થન દ્વારા એક બુલંદ અવાજ સરકાર સુધી પહોંચાડી સકારાત્મક રજુઆત કરી રહ્યા છે.

આજરોજ તેમની સાથે વિજયભાઈ ખાચર, ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અર્જુનભાઇ રાજ્યગુરુ, બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાંધલ, રસિકભાઈ કણઝરીયા,ગૌસેવક ચંદ્રકાન્તભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ મુકેશભાઈ, ગોપાલભાઈ ગેડિયા વગેરે જોડાયા હતા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા પ.પૂ.આત્માનંદજી સરસ્વતીને અર્પણ કરી હતી.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *