Latest

30 ભિલોડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પી સી બરંડાની ભવ્ય જીત થતા તેમના માદરે વતન ભિલોડા તાલુકાના મોટાકંથારીયા, વાંકાટીમ્બા ગામે ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વિધાનસભા ની ચૂંટણીઓ પુરી થયા બાદ વિજયી બનેલા ધારાસભ્યો ના ઠેર ઠેર મત વિસ્તારોમાં સ્વાગત અને સન્માન સમારંભો યોજાવાના શરૂ થયા છે ત્યારે આજે ભિલોડા બેઠકના ધારાસભ્ય પી સી બરંડાનો ભિલોડા તાલુકા ના મોટાકંથારીયા પ્રાથમિક શાળા, વાંકાટીમ્બા પ્રાથમિક શાળા અને ગાલીસેમ્બરો ગામે ભવ્ય સન્માન સમારંભ યોજાયો

ભિલોડા બેઠક છેલ્લા 25 વર્ષ થી કોંગ્રેસ નો ગઢ ગણાય છે આ બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અહી ડો અનિલ જોષીયરા ચાર ટર્મ થી ચૂંટાતા આવતા હતા કોરોના ના કારણે તેમનું અવસાન થયું ત્યારબાદ 2022 ની વિધાનસભા ચૂંટણી યોજાઈ જેમાં ભાજપ દ્વારા પૂર્વ આઇપીએસ અધિકારી પી સી બરંડા ને ફરી મેદાન માં ઉતર્યા અને પી સી બરંડા એ કોંગ્રેસ ના ગઢ માં ગાબડું પાડી ને બેઠક આંચકી લેવામાં સફળ રહ્યા

ત્યારે વિજેતા ધારાસભ્ય પી સી બરંડા નો ભવ્ય સન્માન સમારંભ યોજાયો ભિલોડા તાલુકાની મોટાકંથારીયા સીટ -મેઘરજ તાલુકા એ જીત ની લીડ આપી અને 30 હજાર મત થી વિજયી બનાવ્યા અને ત્યારે ભિલોડા તાલુકાના મોટાકંથારીયા જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત વિસ્તારમાં તેમના માદરે વતન એવા વાંકાટીમ્બા

મોટાકંથારીયા,ગાલીસેમ્બરો, કુંડોલ સહિતના ગામોમાં તેમનો ભવ્ય સત્કાર સભારંભ અગ્રણીઓ મતદારો નો સન્માન સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો જેમાં પી સી બરંડા એ જણાવ્યુ હતું કે વર્ષો થી આ વિસ્તાર માં અનેક પ્રાણ પ્રશ્નો ઉકેલ્યા વગર ના છે જે સત્વરે ઉકેલી બાકી વિકાસના કામોને જલ્દીથી પુરા કરી વિકાસ શીલ બનાવીશું કહી મતદારોનો ખુબ ખુબ આભાર માન્યો હતો મોટાકંથારીયા ગામના પૂર્વ સરપંચ વી ડી ખરાડી સહિતના અગ્રણીઓ, ગામલોકો મોટી સંખ્યામાં મોટાકંથારીયા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *