Latest

શ્રી બેલ્યો પ્રાથમિક શાળા નંબર 1 ના જન્મદિવસની ઉજવણી ધારાસભ્ય પી સી બરંડા ની અધ્યક્ષતામાં કરાઈ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ તારીખ 26/12/22 ને વાર સોમવારના રોજ શાળાની ગૌરવપૂર્ણ શિક્ષણ યાત્રા પ્લેટિનમ જ્યુબિલી શાળાનો 70માં વર્ષમાં પ્રવેશ જન્મદિવસ ઉજવવામાં આવ્યો

ભિલોડા મેઘરજ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પી સી બરંડા ના મુખ્ય મહેમાન પદે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભીખાજી દુધાજી ડામોર મહામંત્રી શ્રી ભાજપ,, ટી.વી વનજારા ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ મેઘરજ, તલાજી ડામોર જિલ્લા પંચાયત સદસ્ય , દીપિકાબેન પગી તાલુકા સદસ્ય, બેલ્યો સીટ ઇન્ચાર્જ સવાભાઈ કાળુભાઈ ખરાડી, સરપંચ શ્રી શારદાબેન, બીઆરસી કોર્ડીનેટર શ્રી દિલીપભાઈ પટેલ ,બીટ કે.ની વિનોદસિંહ પુરોહિત અને નારણ ખરાડી સાહેબ જૂથ મંત્રીશ્રી તેમજ સીઆરસી કોર્ડીનેટર બેલ્યો સમીરભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

શાળાના આચાર્ય શ્રી નલીનભાઈ ચીમનભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. શાળાની અંદર કુલ ૧૨ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા. શાળાનો જન્મદિવસ ધારાસભ્ય પીસી બરંડા ના હસ્તે કેક કાપીને ઉજવ્યો સમગ્ર સ્ટાફ દ્વારા બધા મહાનુભાવોને બુકે અને ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યા

નવીન સ્માર્ટરૂમનું શ્રીમન પીસી બરંડા એ ઉદ્ઘાટન કર્યું જન્મદિવસ નિમિત્તે આજે બધા જ બાળકોને તિથિ ભોજન તાલુકા સદસ્ય બેન શ્રી દિપીકાબેન દ્વારા આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિનોદભાઈ દ્વારા થયું અને અંતે કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી કાંતિભાઈ દ્વારા કરવામાં આવી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *