કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગ્રામ્ય વિસ્તારો માં રહેતા અને પશુ પર આધારિત પશુપાલકો દૂધ ના વ્યવસાય પર નિર્ભર હોય છે ત્યારે ગામડા ના પશુપાલકો નું દૂધ ગામ માં જ પ્રોસેસ થાય તેમાટે ઠેર ઠેર સબરડેરી દ્વારા બલ્ક મિલ્ક સેન્ટરો બનાવવા માં આવે છે
સાબરડેરી સંચાલિત ભિલોડા ના કુશકી છાપરા ગામે આવેલ દૂધ મંડળી માં બલ્ક મિલ્ક સેન્ટર નો આજે શુભારંભ કરાયો દૂધ મંડળી તેના નફા માંથી આવા સેન્ટરો બનાવતી હોય છે જેમાં પશુપાલક દ્વારા જમા કરાવેલ દૂધ ને મંડળી ના બલ્ક મિલ્ક સેન્ટર પર જ પ્રોસેસ કરી ઠંડુ કરવા માં આવે છે અને આ દૂધ ને બેક્ટેરિયા રહિત બનાવવા માં આવે છે
જેના દ્વારા દૂધ ટકાઉ અને ગુણવતા સભર બને છે અને આ દૂધ ની પ્રોસેસ માટે સાબર ડેરી દ્વારા 1 લિટરે પ્રોસેસ ના 20 પૈસા ચૂકવવા માં આવે છે આમ દૈનિક 1000 લીટર દૂધ ની અવાક વાળી દુધ મંડળી માં સાબરડેરી દ્વારા બીએમસી માટે મંજૂરી આપવામાં આવે છે આમ સ્થાનિક દૂધ મંડળી ને અને પશુપાલકો ને આર્થિક ફાયદો થાય છે
આ બીએમસી સેન્ટર નો શુભારંભ ગુજરાત મિલ્ક ફેડરેશન ના ચેરમેન શામળ ભાઈ પટેલ ,ધારાસભ્ય પી સી બરંડા દ્વારા કરાયો હતો જેમાં સબરડેરી ના ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ ,સચિન ભાઈ પટેલ રણવીર સિંહ ડાભી , ગીરીશભાઈ પટેલ, દિલીપભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શામળાજી શીત કેન્દ્ર ઇન્ચાર્જ હેમંત પટેલ સુપરવાઈજર જોદ્ધા હર્ષવર્ધન, રાજુભાઈ પટેલ, રાહુલ પટેલ શામળાજી વેટરનરી ના ઇન્ચાર્જ ડૉ એસ જી પટેલ દુધ મંડળી ના ચેરમેન બામણીયા દિલીપભાઈ સેક્રેટરી તરાર બેચર ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગ મોટી સંખ્યામાં કુશકી છાપર દૂધ ઉત્પાદન મંડળી ના સભાસદો મહિલાઓ અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા