Latest

વિર મેઘમાયા સંકુલએ કેન્દ્રીય નાણાં મંત્રી ડૉ. ભગવત કરાડનુ નગરસેવક રાજેન્દ્રભાઈ દ્વારા સન્માન કરાયું.

પાટણ: કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રીશ્રી ડૉ. ભગવત કરાડ જી ઐતિહાસિક નગરી પાટણની બે દિવસની મુલાકાતે છે તેઓએ આજરોજ વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ની મુલાકાત લઈ વિર મેઘમાયા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

આ પ્રસંગે પાટણ નગરપાલિકા ના નગરસેવક રાજેન્દ્ર કે. હિરવાણીયા એ કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રીશ્રી ડૉ. ભગવત કરાડ જીને બુકે અને ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. નગરસેવક રાજેન્દ્ર કે. હિરવાણીયા એ કેન્દ્રીય મંત્રી ડૉ. ભગવત કરાડ સાથે વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ સેન્ટર પાટણ ના ચેરમેન અને લોકપ્રિય સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી સાથે ટેલીફોનીક વાત કરાવી હતી.

ડૉ. કિરીટભાઈ સોલંકી એ કેન્દ્રીય નાણાં મંત્રી ડૉ. ભગવત કરાડને વિર મેઘમાયા દેવના ઇતિહાસ અંગે તેમજ ભારત સરકાર દ્વારા વિર મેઘમાયાની ટપાલ ટિકિટ બહાર પાડનાર છે અને ગુજરાત ભાજપ રાજ્ય સરકારના માતબર આર્થિક અનુદાન થકી ભવ્ય મંદિર અને સ્મારકનું નિર્માણ થઇ રહેલ છે તે અંગેની ટેલીફોનીક માહિતી આપી અવગત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *