ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે જિલ્લાના વહીવટી તંત્રએ લોકોને બચાવ માટે જાણ પણ કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કમોસમી વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેતી પાકને નુકસાન થયું છે.
લીલા દુકાળને પગલે ધરતીપુત્રોને નુકસાન થયું છે અને તેમની ખેતી પણ બગડી ગઈ છે ત્યારે સરકાર દ્વારા આવા ધરતીપુત્રો ને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કમોસમી વરસાદથી ધ્રાંગીવાસ ગામના ખેડૂતો પાયમાલ થયા છે l.એક માત્ર શિયાળાની ખેતી પર નિર્ભર આદિવાસી ખેડૂતો નો રોટલો મોંમાં આવેલો કોળીયો કુદરતે છિનવી લીધો છે. દાંતા તાલુકાના અનેક નાના-મોટા ગામો જેવા કે માળ, સોળસંડા, પાંસા, રીંછડી સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે.
ધરતીપુત્રો ની માંગ છે કે અમને સરકાર દ્વારા સહાય આપવામાં આવે. દાંતા તાલુકામાં અનેક ગામોમાં આજે આવેલા કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થવાથી વહીવટી તંત્ર એ તાત્કાલિક આવા ગામોની મુલાકાત લેવી જોઈએ.
શક્તિપીઠ અંબાજી ખાતે આજે બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેમાં અંબાજીના બજારમાં પાણીની નદી વહેતી જોવા મળી હતી. અંબાજીમાં કરા સાથે વરસાદ પડતા લોકોએ પણ વરસાદની મજા માણી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી