Latest

આજરોજ ગઢડા ડેપો ખાતે પંચાયત સવર્ગ જુનિયર કલાર્કની પરીક્ષા આપવા આવેલા તમામ ઉમેદવારો માટે કર્મચારી સંકલન સમિતિના હોદ્દેદારોશ્રી હરવિજયસિંહ ગોહિલ તેમજ શૈલેષભાઇ ડાંગર દ્વારા સતત 2(બે) દિવસથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પડતી કોઈપણ મુશ્કેલી તેમજ રહેવા/જમવાની સગવડ કરી માનવતા મહેકાવી

આજરોજ ગઢડા ડેપો ખાતે પંચાયત સવર્ગ જુનિયર કલાર્કની પરીક્ષા આપવા આવેલા તમામ ઉમેદવારો માટે કર્મચારી સંકલન સમિતિના હોદ્દેદારોશ્રી હરવિજયસિંહ ગોહિલ તેમજ શૈલેષભાઇ ડાંગર દ્વારા સતત 2(બે) દિવસથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં પડતી કોઈપણ મુશ્કેલી તેમજ રહેવા/જમવાની સગવડ સહિત આજરોજ તમામ હેરાન થતા ઉમેદવારોની સાથે રહીને તમામને પોત-પોતાના ગામ/વતન માટે કંઈરીતે પહોંચવું તેની રૂબરૂમાં તમામ વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ પર બોલાવીને રૂબરૂ સલાહ/માર્ગદર્શ આપેલ

તેમજ આક્રોશમાં આવી ગયેલા ઉમેદવાર ભાઈ/બહેનોને શાન્તિ પૂર્વક સમજાવીને આ બાબતે શાંત કર્યાં અત્રે ઉલ્લેખનીય છે કે, હરવિજયસિંહ ગોહિલ હાલ ઉમરાળા તાલુકા હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડિંગ તરીકે માનદ સેવા કરતા હોય જેથી સમગ્ર હોમગાર્ડઝ જિલ્લા કચેરી તેમજ ઉમરાળાયુનિટનું પણ ગૌરવ વધારેલ છે આ સાથે આજરોજ તમામ ચિંતાતુર ઉમેદવારોને આનંદિત કરવા બદલ તમામે હૃદય પૂર્વક તમામ ગઢડા ડેપોના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ

જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *