વલ્લભીપુર તા. ૨૦
અર્હમ સેવા ગ્રુપ રાજકોટ અને એસ.બી.આઈ.બેંકના સહિયોગથી વલ્લભીપુરમાં ચકલીના માળા અને પાણીના કુંડાઓ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ચકલી દિવસ નિમિતે સોમવારે અર્હમ સેવા ગ્રુપ રાજકોટ અને એસ.બી.આઈ. બેંકના સયુંકત ઉપક્રમે ચકલીના માળા અને પાણીના કુંડાઓનું વિતરણ કરાયું હતું.
હાલ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પશુ પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી વલ્લભીપુર શહેરમાં મોરા દવે ગર્સ હાઈસ્કુલ પાસે એસ.બી. આઈ. બેંક પાસે 200 જેટલા કુંડા અને ચકલી માટેના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વલ્લભીપુરના સ્વયંસેવકો સહભાગી થયા હતા. આ પ્રસંગે વલ્લભીપુરવાસીઓએ પણ પોતાના ઘરે માળા તેમજ કુંડા મૂકી સેવામા જોડાવાનો નિશ્ચય કર્યો હતો.
એસબીઆઇ બેન્કના મેનેજર રતન વૈષ્ણવએ જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે આખા ઉનાળાની સિઝનમાં રોજેરોજ પક્ષીઓ માટે કુંડા, ચકલી ઘર અને ચણ માટેની કુંડીઓ આપવામાં આવશે. નગરપાલિકાના ઉપ પ્રમુખ હાર્દિકસિંહ ચૌહાણ અને તેમની ટીમ પણ આ કાર્યમાં જોડાઈ હતી.
અહેવાલ ધમૅન્દ્રસિંહ વલભીપુર