Latest

જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ

ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટરનું જામનગરની જનતાને નિમંત્રણ

જામનગર: આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યના સ્થાપના દિન અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં જામનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળશે સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જામનગર ખાતે યોજાનાર આ ગૌરવમયી ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે જામનગરની સમગ્ર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 10:00 કલાકથી સત્યસાંઈ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકથી યોજાનાર શસ્ત્ર પ્રદર્શનમાં સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયત ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સવારે ૧૧:૪૫ કલાકે અનાવરણ કરવામાં આવશે.

સાંજે ૫:૩૦ કલાકે ટાઉન હોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ  સુધીની પોલીસ પરેડ યોજાશે અને સાંજે 7 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આહવાન કરાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *