Latest

જામનગર કલેકટરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો

જામનગર: અત્યારે રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા પર ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગર કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 11 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ જાતે જ ઉપસ્થિત રહયા હતા. તેમજ અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ મામલતદાર હિતેન રામાવત, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *