અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા તેમને વિધિવત રીતે સન્માન આપી વિદાય આપવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિધિબત રીતે નમ્ર આંખોથી સંજય શ્રીવાસ્તવ વિદાઈ કરવામાં આવી.
સંજય શ્રીવાસ્તવનો અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે. સંજય શ્રીવાસ્તવ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ તેઓ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે.
જ્યારે અમદાવાદમાં પણ ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેમના વિદાય સમયે શહેરના એસીપી, ડીસીપી, પીઆઇ પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનેર પણ આપવામાં આવ્યું હતું. અત્રે યાદ રહે કે હાલ સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ ગુજરાત 2005ની બેચના આઇપીએસ પ્રેમવીરસિંહને આપવામાં આવ્યો છે.