– સાંસદ,પાંચ ધારાસભ્યો, જિલ્લા-શહેર પ્રમુખ, આગેવાનો, પદાધિકારી ઓ રહ્યા ખાસ હાજર
– પી.એમ. નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 ના રોજ દશેરાના અવસર પર મન કી બાત શરૂ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.
દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસર થી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીની મન કી બાત કાર્યકમ ખૂબ જ લોકચાહના મેળવી રહયો છે.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાત ના 100 માં એપિસોડને યાદગાર અને અવિસ્મરિય બનાવવા મોટા પાયે આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લાના તમામ 1357 બુથો પર મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડને નિહાળવા, સાંભળવા તેમજ માણવાનું આયોજન કરાયું હતું.
ભરૂચમાં ભાજપ દ્વારા તમામ બુથ સાથે દરેક શક્તિ કેન્દ્ર ઉપર પણ મન કી બાત નો 100 મો કાર્યકમ યોજાયો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા પણ જોડાયા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, અન્ય આગેવાનો, પદાધિકારીઓ સહિતના કાર્યકમમાં સહભાગી બન્યા હતા.
ભરૂચ જિલ્લા ભાજપના અપ પ્રમુખ દિવ્યેશ પટેલની અધ્યક્ષતમાં 100 નંબર ના બુથ ખાતે 100માં એપિસોડ નિહાળવાનું અનોખું આયોજન કરાયું હતું.
તો આવીજ રીતે ભરૂચના વોર્ડ નંબર 5 માં આવેલ પ્રીતમ સોસાયટી ખાતે ડો. જયંતિભાઈ વસાવા ના નિવાસ્થાને ભરૂચના અગ્રગણ્ય તબીબોની ઉપસ્થિતિ માં મન કી બાત નો પ્રોગ્રામ સૌ એ નિહાળ્યો હતો.
તો જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પણ પોલીસ ઇન્સ્પેકટર, સબ ઇન્સ્પેકટર તથા અન્ય પોલીસ કર્મીઓએ પણ પ્રોજેકટર તથા ટેલિવિઝન સેટ પર પ્રધાનમંત્રીશ્રી ના સીમા ચિન્હ રૂપ મન કી બાત ના 100 માં એપિસોડના નિહાળ્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.