દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિનાના અંતે મન કી બાત રેડિયો પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. જેમાં લોકોને પ્રેરણા આપવા અને દેશના વિકાસમાં ઉપયોગી મુદ્દાઓ જેવા કે સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, સ્ત્રી સશક્તિકરણ, પ્લાસ્ટિક મુક્ત ભારત, આઝાદી કા અમૃત મહોત્સવ જેવા મુદ્દાઓને લઈને લોક જાગૃતિ પ્રેરવા અર્થે અને લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરવા પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઓકટોબર,2014 ના રોજ કરી હતી જેને આજે 100માં એપિસોડની સિદ્ધિ રૂપે લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે આજ રોજ એસ.ટી ડેપો ગઢડા ખાતે ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયાના અધ્યક્ષ સ્થાને નિહાળવામાં આવ્યો જેમાં એસ.ટી ડેપોના મેનેજર એમ.કે.રાઠોડ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યકામમાં એસ.ટી ગઢડાના સૌ કર્મીઓ,સ્થાનિક લોકો, પ્રવાસીઓ, આઈ.ટી.આઈ ગઢડાના કર્મી જે.એમ.કંડોલીયા તેમજ ભોળાભાઈ રબારી, ચંદ્રકાંતભાઈ લાઠીગરા, પીયૂષભાઈ શાહ, હરેશભાઇ સોઢાતર વગેરે ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં 100માં મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી. વલભીપુર