વલ્ડ રેડક્રોસ ડે ની ઉજવણી ના ભાગરૂપે તા.3 મે ને બુધવારે અલંગ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત જીએમબી-રેડક્રોસ મલ્ટી સ્પે. હોસ્પિટલ, અલંગ ખાતે ભાવનગર જિલ્લા ના હદયરોગ ના નિષ્ણાત અને વોકહાર્ટ, સ્ટર્લિંગ, જેવી હોસ્પિટલ માં સેવા આપી ચૂકેલ અને હાલ માં મુખર્જી હાર્ટ ક્લિનિક ના નિષ્ણાત કાર્ડિઓલોજીસ્ટ ડો.સિદ્ધાર્થ મુખર્જી ના હૃદયરોગ ની તપાસ અને નિદાન નો ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ
આ કેમ્પ માં રેડક્રોસ હોસ્પિટલ ખાતે જરૂરી રિપોર્ટ પણ વિનામૂલ્યે કરી આપવા માં આવેલ. આ કેમ્પ માં હદયરોગ ના દર્દીઓ અને જેમની જેમની સારવાર ચાલુ હોય તેવા દર્દીઓ એ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો.
રેડક્રોસ ના હોદેદારો દ્વારા ડો મુખર્જી અને તેમની ટિમ નું સ્વાગત કરવા માં આવેલ ખાસ કરી ને હાલ માં વિશ્વ રેડક્રોસ દિવસ ની ઊજવણી ચાલી રહી છે ત્યારે ભાવનગર રેડક્રોસ દ્વારા અલગ અલગ સુપર સ્પેશ્યલિટી ડોક્ટર ના વિનામૂલ્યે મેડિકલ કેમ્પ નું આયોજન કરવા માં આવી રહ્યું છે.