Latest

સ્વ પ્રતાપભાઈ શાહ ની બીજી પુણ્ય તિથિ નિમિતે મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાયા

ભાવનગર ના મોભી અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા સ્વ પ્રતાપભાઈ શાહ ની બીજી પુણ્ય તિથિ નિમિતે મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાયા શાહ ની બીજી પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર,ટાઈફોડ રસીકરણ, સહિત ના કાર્યક્રમો દિપક હોલ ,સંસ્કારમંડળ ખાતે યોજવા માં આવેલ

જેમાં શહેર ના મહાજન તથા ચેમ્બર ઓફ કોમર્સ સહિત ની સંસ્થાઓ ના અગ્રણીઓ શહેર ના મહાજન અગ્રણીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.સ્વ.પ્રતાપભાઈ શાહ ની તસ્વીર ને પુષ્પાજલી તથા દીપ પ્રાગટય કરવા માં આવ્યું હતું મેડિકલ કેમ્પ માં ડો શૈલેષભાઇ ત્રિવેદી, ડો નિલેશભાઈ શાહ, ડો મિલનભાઈ પારેખ, સહિત ના ડોક્ટરશ્રી દ્વારા મેડિકલ કેમ્પ માં સેવાઓ આપી હતી.

કેમ્પ માં બહોળી સંખ્યા માં દર્દીઓ એ નિદાન અને સારવાર નો લાભ લીધો હતો તથા રક્તદાતાઓ એ રક્તદાન પણ કર્યું હતું.આ પ્રસંગે ગીરીશભાઈ શાહ,ડો રાણીગા, ડો મનસુખભાઇ કાણાની, તારકભાઈ શાહ, કિરીટભાઈ સોની, મેહુલભાઈ વડોદરિયા, સુનિલભાઈ વડોદરિયા, ડો મનીષ વકીલ, ડો.જે.એ.પંડિયા, વિઠ્ઠલભાઈ મેંદપરા, નવીનભાઈ રાજ્યગુરુ,ડો પ્રકાશભાઈ ભટ્ટ, ડો મિલનભાઈ દવે ,ધીરુભાઈ કરમટિયા, પૂર્ણર્ન્દુ પારેખ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રતાપ ભાઈ શાહ પરિવાર ના ભરતભાઈ શાહ, મિતુલભાઈ શાહ , ચિન્મયભાઈ શાહ સહિત ના પરિવારજનો અને રેડક્રોસ ના હિદેદારો એ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *