સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા, સુરત ખાતે એક સાથે અને એક સમયે ૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. “વડીલ વંદના 2” ના મહામુલા અવસરે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ખાસ સહભાગી બન્યા હતા અને તમામ યુવા મિત્રોને આ કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વડીલોના સ્નેહ, સંસ્કાર અને સંસ્કૃતિની વંદના કરી હતી. આ અમૂલ્ય અવસરે તેમની ઉપસ્થિતિને તેઓએ પોતાના માટે ધન્ય ગણાવી હતી.

















