ACPDC અમદાવાદ દ્વારા ડૉ. એસ એન્ડ એસ એસ ગાંધી કોલેજ ઓફ એંજીન્યરિંગ ઍન્ડ ટેક્નોલોજી સુરત દ્વારા તારીખ ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પ્રથમ માળ, સેમિનાર હોલ, એડમિનીસ્ટ્રેટીવ બિલ્ડીંગ, ડૉ. એસ એન્ડ એસ એસ ગાંધી કોલેજ ઓફ એંજીન્યરિંગ ઍન્ડ ટેક્નોલોજી, મજુરા ગેટ ખાતે ડિપ્લોમા અવેરનેશ પ્રોગ્રામ નું આયોજન રાખવામાં આવ્યુ હતું.
જેમા બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ અને વાલીઓ એ ભાગ લીધો હતો. આ અવેરનેશ પ્રોગ્રામમાં વર્ષ ૨૦૨૩-૨૪ ડિપ્લોમા ઈજનેરી પ્રવેશ પ્રક્રિયા અંગે પ્રવેશ પ્રક્રિયાની માહીતી, તે અંગેના ક્રમિક પગલાં તથા એ માટે ના પ્રશ્નોના નિરાકરણ માટે માહીતી આપવામાં આવેલ હતી. આ પ્રોગ્રામમાં વાલીઓ તથા વિધ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવેલ તમામ પ્રશ્નોના ACPDC નાં અધિકારીઓ દ્વારા સંતોષ પુર્વક જવાબ આપવાં આવેલ હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.