Latest

ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૨ અમુલ્ય જિંદગી બચાવવામા આવી.

પ્રાચી ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતી બાળક આડુ હોવા છતા નોર્મલ ડિલીવરી કરાવી માતા અને બાળક નો આબાદ જીવ બચાવ્યો.
આજરોજ બપોર ના ૪ વાગ્યે ગિર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રાચલી ગામે એક સગર્ભા મહિલા મંજુબેન રાજેશભાઇ ચુડાસમા ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા પ્રાચી ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન આવેલો ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી.શિલ્પા ડોડિયા અને પાયલોટ નિકુલ વાઢેર ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલાને હોસ્પિટલ લઈ જતા અચાનક દુઃખાઓ વધવા થી એમ્બ્યુલન્સ મા જ નોર્મલ ડિલિવરી કરવાની ફરજ પડી હતી

૧૦૮ ના ઈએમટી.ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ જરુરી સારવાર આપી માતા અને બંને બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો અને બંને ને સલામત રીતે તાલાળા સરકારી હોસ્પિટલ મુકવામા આવ્યા હતા.તેમના સગા સંબંધીઓ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી મહેન્દ્ર ચૌહાણ અને દિપક ધ્રાણા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *