માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આપણો દેશ અને રાજ્ય તેમજ જિલ્લો તાલુકો તથા ગામડું સધર બને તે હેતુસર વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે દેશ આગળ વધતો જાય તેવા અભિગમ ને ધ્યાનમાં રાખી સુરેન્દ્ર નગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આજરોજ ધાંગધ્રા ના સંસ્કાર ધામ ખાતે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો
આ ઔદ્યોગિક સેમિનારના અધ્યક્ષ 64 ધાંગધ્રા હળવદ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા ના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં દસાડા પાટડીના ધારાસભ્ય પીકે પરમાર ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તેમજ નાના મોટા વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
આગામી દિવસોમાં ધાંગધ્રા ના વિકાસ માટે નવા નવા ઉદ્યોગો સાથે નવા નવા પ્રોજેક્ટ ની શરૂઆત કરવામાં આવશે ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સાથે ઉદ્યોગને ધંધા વખતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતુ
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાગધા