જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ગારીયાધાર ખાતે કરવામાં આવી હતી . જેમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજયકક્ષાના શિક્ષણ મંત્રીના પ્રફુલભાઈ પાનસૂરિયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો . આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં હોમગાર્ડ જવાન, પોલીસ જવાન સહિત સુરક્ષા કર્મીઓએ હાજરી આપી હતી ,
આ કાર્યક્રમમાં માં રાજયકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસૂરિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નરેદ્ર મોદી સરકાર પહેલા દેશ પર વારંવાર થયેલ ભારત પર એટેક ત્યારની સરકાર દ્વારા હાથ પર હાથ ધરવાની નીતિની ટીકા કરી હતી.
સાથે હાલની સરકાર દ્વારા દુશ્મન પાકિસ્તાન દેશને ઉરી એટેક વખતે દેશની સૈન્ય ના મૃત્યુ આંકના બદલો લીધેલા સૈનિકોને વંદન કર્યા હતા . સાથે જ હવેની સરકાર દ્વારા ફાયર પ્લેન , ટેન્ક, સાથે જ મિલીટ્રી ને આપવામાં આવેલ અન્ય અદ્યતન સુવિધાઓની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો . સાથે સંતોને યાદ કરતા વાલમરામ અને બજરંગ દાસ બાપાના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમીયાન પોતાના આશ્રમની વસ્તુઓ વેચીને સૈન્ય ફંડ જમા કરાવવા બાબતે સરાહના કરી હતી.
સાથે જ હવે જો કોઈ વ્યક્તિ દેશના રાષ્ટ્રીય ગિત કે રાષ્ટ્રીય પ્રતિકનું અપમાન કરશે . તેની સાથે ક્રૂર વર્તન બદલ મૃત્યુ દંડ સહિત સજાઓ આપવામાં આવશે . આ ઉપરાંત સરદાર સાહેબ અને ભાવનગર ના મહારાજા સાહેબને યાદ કર્યા હતા . સાથે જ કાર્યક્રમના અંત ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા .
રિપોટ મહેશ ગોધાણી