શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હોય ગુજરાત અને દેશભરમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં પણ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટરો સહીત લોકો જોડાયા હતા.
અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ના ડોક્ટર વાય કે મકવાણા સર સહિત તમામ ડોક્ટર સ્ટાફ નર્સ હોસ્પિટલ પરિસરમાં ધ્વજ વંદન કર્યું હતું અને રાષ્ટ્રગાન ગીત પણ અહીં યોજાયુ હતુ.અંબાજી પ્રહલાદ પૂજારી