જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભાવનગર પ્રેરિત ગારિયાધાર તાલુકાના કલા ઉત્સવ – ૨૦૨૩ નું બી.આર.સી. ભવન – ગારિયાધાર ખાતે બી.આર.સી.કો.ઓ. ગિરિરાજસિંહ ગોહિલ તથા બી.આર.સી.ભવન પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો એ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાના કલા ઉત્સવ – ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ બાળકોને પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ સ્વખર્ચે સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માં રહેલી વિશિષ્ટ શક્તિ ઓ બહાર આવે અને બાળકો વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી પોતાનું અને તાલુકાનું નામ રોશન કરે તેવા ઉમદા ભાવ સાથે પરેશકુમાર હિરાણી દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું.
પરેશકુમાર હિરાણી નાં આ સરાહનીય કાર્ય બદલ બી.આર.સી.કો.ઓ. ગિરિરાજસિંહ ગોહિલ તથા સી.આર.સી.કો.ઓ. મુકેશભાઈ પરમાર અને સમગ્ર ગારિયાધાર તાલુકા શિક્ષક અને શિક્ષણ પરિવાર દ્વારા પરેશકુમાર હિરાણી ને અભિનંદન પાઠવવામાં આવ્યા.
રિપોર્ટર મહેશ ગોધાણી