Latest

જાહેર આમંત્રણ ચાલો સાણંદ ચાલો સાણંદ મહાચિંતન શિબિર -૩

🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
જય માં ભવાની.🙏
જય રાજપુતાના. 🚩

જય ભવાની સાથ જણાવવાનું કે રાજપૂત સમાજના મોભીઓ દ્વારા શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના બંધારણ માટે  ‘બંધારણ ડ્રાફ્ટિંગ સમિતિ ‘(CDC) ની રચના કરી હતી. તેમાં  વડીલો દ્વારા વરણી પામેલા  વિશેષજ્ઞશ્રીઓએ ગહન અભ્યાસ,અધ્યયન,ચિંતન અને મનનથી તૈયાર કરેલા બંધારણના વિવિધ મુસદ્દાનું સમાજની બહાલી માટે જાહેર પઠન, સમાજની એકતા અને  અસ્મિતા બરકરાર રાખવા માટે મનોમંથન કરવા, તેમજ સમાજ શ્રેષ્ઠી સ્વ. દેવિસિંહજી બાપુ જાદવ અને ભારત માતાના પનોતા પુત્ર શહિદવીર સ્વ.મહિપાલસિંહજી વાળા ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા અને શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનાં પદનામિત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહજી યાદવ સાહેબને સમાજની આન, બાન, અને શાનના પાવન પ્રતીક સમી પાઘડી અર્પણ સન્માન સમારોહમાં સમાજના સર્વ વડીલો અને યુવાનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

તારીખ:- ૨૭ ઓગસ્ટ ૨૦૨૩ રવિવાર
સમય :- બપોરે ૩:૦૦ કલાકે
સ્થળ:- સાણંદ નગરપાલિકા હોલ, શંકરવાડી પાસે, ઘોડા ગાડી સ્ટેન્ડ નજીક સાણંદ, જિ – અમદાવાદ

લિ.
શ્રી કારડીયા રાજપૂત સમાજ.
શ્રી નાડોદા રાજપૂત સમાજ.
શ્રી વાવ થરાદ ધનેરા સુઈગામ રાજપૂત સમાજ.
શ્રી ગુર્જર રાજપૂત સમાજ
શ્રી હિંદવાણી રાજપૂત સમાજ.
શ્રી વાગડ રાજપૂત સમાજ-રાપર કચ્છ

નોંઘ :-
કાર્યક્રમને અંતે સ્વરુચિ ભોજન સાથે લઇશુ.
સમાજની કોઈ પણ વ્યક્તિ પ્રમુખશ્રી ને વ્યક્તિગત રીતે પણ પાઘડી કે સાફો અર્પણ કરી સન્માન કરી શકશે
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *