શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.ગબ્બર પહાડ આસપાસ 51 શક્તિપીઠ બનાવવામાં આવેલા છે.જેનું લોકાર્પણ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે શ્રી ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 આજ રોજ ચંદ્રની સપાટી એ લેન્ડ થવાનું છે. આ સુખપૂર્વક લેન્ડ થાય તે માટે 51 શક્તિપીઠ ના પૂજારીશ્રીઓ દ્વારા ગબ્બર ખાતે રુદ્રસૂક્ત નો પાઠ કરાયો હતો અને ભગવાન ભોળાનાથને પ્રાથના કરવામાં આવી હતી.અંબાજી મંદિરનો સ્ટાફ પણ જોડાયો હતો પાઠ અને ભક્તિમાં
પ્રહલાદ પૂજારી, અંબાજી