પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૪/૦૮/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પ્રોહિ/જુગાર અંગેનાં કેસો શોધી કાઢવા સબબ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. લગ્ધીરસિંહ ગોહિલને માહિતી મળેલ કે, મુકેશ રવજીભાઇ રાઠોડ રહે. ભાવનગરવાળો પોતાના કબ્જાવાળી રીક્ષા રજી. નંબર GJ-05-VV-1392 માં વિદેશી દારૂ ભરીને હેર ફેર કરે છે અને શાસ્ત્રીનગરથી નિલમબાગ તરફ જાય છે. જે માહિતી આધારે માહિતીવાળી જગ્યાએ વોચમાં રહેતાં નીચે મુજબના આરોપી નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો સાથે હાજર મળી આવેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. મુકેશભાઇ રવજીભાઇ રાઠોડ ઉવ.આ.૪૨ ધંધો:- રીક્ષા ડ્રાઇવિંગ રહે. ચૌદ નાળા, મફતનગર, ઘોઘારોડ, ભાવનગર
2. ગોપાલ જેન્તીભાઇ વાઘેલા રહે. હાદાનગર, શિવશક્તિ-૨, ભાવનગર (પકડવાના બાકી)
3. દિપક ઉર્ફે અગુ બળવંતભાઇ બારોટ રહે.પ્લોટ નં.૭૦, ઋષિરાજનગર સોસાયટી, ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ ગ્રાન્ડ મેટ વ્હીસ્કી 750 ML કાચની કંપની સીલ પેક બોટલ નંગ-૫૪ કિ.રૂ.૧૮,૯૦૦/-
2. વીવો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-
3. બજાજ કંપનીની ઓટો રીક્ષા રજી. નં.GJ-05-VV-1392 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૪૮,૯૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ, લગ્ધીરસિંહ ગોહિલ