Crime

ચોરીમાં ગયેલ સ્કુટર/મોટર સાયકલ સહિત કુલ રૂ.૮૫,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી વાહન ચોરીના ત્રણ ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૨૪/૦૮/૨૦૨૩નાં રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાય ગયેલ મિલન ઉર્ફે ભાણો ભરવાડ રહે.કામીનીયાનગર, સીદસર રોડ,ભાવનગર તથા ગણેશ રમેશભાઇ ભીલ તથા મહાદેવ ભીલ રહે. બંને કાચના મંદિર પાસે,ભાવનગરવાળા ગણેશ ભીલના તળાજા રોડ,કાચના મંદીર પાસે આવેલ શિવ ઓટો નામના ગેરેજે નંબર વગરના એક એકટીવા સ્કુટર તથા બે સ્પ્લેન્ડર મોટર સાયકલ રાખેલ છે.જે સ્કુટર/મોટર સાયકલ તેઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસો નીચે મુજબ ના સ્કુટર/મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. જે સ્કુટર/મોટર સાયકલ તથા મોબાઇલ તેઓએ કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોવાથી શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ.

આ તમામની વારાફરતી પુછપરછ દરમિયાન આજથી આશરે આઠેક મહિના પહેલાં મિલન તથા મહાદેવે રાત્રીના સમયે કાચના મંદિર પાસે આવેલ નવા બે માળીયા રહેણાંક વિસ્તારમાંથી કાળા કલરનું ભુરા-લાલ પટ્ટાવાળું હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ આગળ-પાછળ રજી.નંબર વગરના બોથા ઉપર વીર મોખડાજી તથા પાછળના ભાગે ક્ષત્રિય લખેલ મોટર સાયકલ તથા આજથી આશરે દસ-બાર દિવસ પહેલાં લીલા સર્કલ પાસે આવેલ સદ્દવિચાર હોસ્પીટલના પાર્કીંગમાંથી મિલન તથા મહાદેવે રાત્રીના સમયે કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર ચોરી કરી તેમાં ચેસીઝ નંબર અને એન્જીન નંબરમાં ટોચા મારેલ હોવાનું અને આજથી આશરે પાંચેક  દિવસ પહેલાં મિલન તથા ગણેશે મિલનના રહેણાંક નીચે પાર્કીગમાંથી એકટીવા સ્કુટરની ચોરી કરી વાપરતા હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે તેઓને ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસોઃ-
1. મિલન ઉર્ફે ભાણો કાનાભાઇ મેર ઉ.વ.૨૫ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.ફલેટ નંબર-૮,ગણેશ કોમ્પલેક્ષ, કામનીયાનગર, લીલા સર્કલ પાસે, સીદસર રોડ,ભાવનગર
2. ગણેશ રમેશભાઇ ઝાપડીયા ઉ.વ.૨૦ ધંધો-ગેરેજકામ  રહે.પ્લોટ નંબર-૧/બી, કસ્તુરબા સોસાયટી, કાચના મંદીર પાસે, તળાજા જકાતનાકા, ભાવનગર
3. મહાદેવ રમેશભાઇ ઝાપડીયા ઉ.વ.૨૧ ધંધો-ફાયનાન્સમાં નોકરી રહે.પ્લોટ નંબર-૧/બી, કસ્તુરબા સોસાયટી, કાચના મંદીર પાસે, તળાજા જકાતનાકા,  ભાવનગર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું હોન્ડા કંપનીનું એકટીવા સ્કુટર રજી.નંબર-GJ-04-CM 2066 એન્જીન નંબર-JF50ET3281115  તથા ચેસીઝ નંબર-ME4JF505DGT280779વાળું સ્કુટર કિ.રૂ.૨૦,૦૦૦/-
2. કાળા કલરનું ભુરા-લાલ પટ્ટાવાળું હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર વગરનું બોથા ઉપર વીર મોખડાજી તથા પાછળ ક્ષત્રિય લખેલ એન્જીન નંબર-HA10AGJ5H19953  તથા ચેસીઝ નંબર-MBLHAR0 80J5H06807 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
3. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર રજી.નંબર વગરનું એન્જીન નંબર-07F15E1291 પછીના આંકડા ઉપર તથા ચેસીઝ નંબર ઉપર ટોચો મારેલ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
4. અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૫૦૦/- મળી કુલ રૂ.૮૫,૫૦૦/- નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. ભાવનગર,ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૩૦૬૩૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
2. ભાવનગર,ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૩૦૬૩૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
3. ભાવનગર,નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૬૧૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,  પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્રભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા,ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, ભૈરવદાન ગઢવી, સંજયભાઇ ચુડાસમા, હારિતસિંહ ચૌહાણ, નેત્રમ કંટ્રોલ રૂમ ટીમ, ટેકનીકલ ટીમ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *