Latest

નાપાડ ના સામાજીક કાયૅકર નશરૂદીન રાઠોડે અનોખી રીતે મનાવ્યો પોતાનો જન્મ દીવસ

અત્યારે લોકો પોત-પોતાની રીતે પોતાનો જન્મ દિવસ મનાવતાં હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એશોસીયન ના ગુજરાત રાજ્યના ડીરેક્ટર,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી ના લઘુમતી વિભાગના વાઇસ ચેરમન,પ્રેસ કલબ ઓફ વર્કીગ જર્નાલીસ્ટના રાષ્ટ્રિય કારોબારી સભ્ય,
અને ઘણી બધી સેવાકીય સંસ્થા ઓ સાથે જોડાયેલા અને સદાય નિરાધાર અને ગરીબો ની સેવામાં તત્પર રહેતા નાપાડ ગામના મોલે સલામ ગરાસીયા સમાજ ના નશરૂદીન રાઠોડ નો 23/8/ 2023 ના રોજ જન્મ દિવસ હતો

તેઓ એ તે  દિવસને ‘ જન્મ દિવસ એજ સેવા દિવસ’ અને ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થાજો ના સૂત્રને સાર્થક  કરીને પોતાનો જન્મ દીવસ સાદગી થી નિરાધાર ગરીબો સાથે મનાવવા નો નીર્ણય કર્યો જેથી તે ઓએ ધી હ્યુમન કેર ફાઉન્ડેશન ના સમીર રાઠોડ, મુન્ના ભાઈ શેખ, રફીકભાઈ વ્હોરા, અસ્ફાકભાઈ મલેક એડવોકેટ, સાહીલ વ્હોરા,અલ્તાફ મલેક,સોહીલભાઈ વ્હોરા, ના ઓની સાથે આણંદ રેલ્વે સ્ટેશન બહાર માનવતા દ્વસ્ટ મારફતે ચાલતા ભૂખ્યાને ભોજન ના સ્ટોલ ઉપર જઈ નિરાધાર ગરીબો ને પોતાના હાથે  પ્રીતી ભોજન કરાવ્યું હતું.

ખરેખર આ સમય માં ભૂખ્યા નીરાધાર ગરીબો ના કોળીયાનુ નીમીત બનવું અને તે પણ પોતાના જન્મ દિવસે એ ઉમદા અને પ્રેરણા દાયક કાર્ય છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *