શ્રાવણ માસના સોમવારે સવારેથી સાજની આરતી દરમિયાન બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું શિવાલય ખૂબ બહોળી સંખ્યામાં શિવ ભક્તો મંદિરના દર્શનાર્થે આવતા હોય ત્યારે ખાસ કરીને વલભીપુર થી એક કિલોમીટર જેવું દૂર મંદિર આવેલું છે
ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો ચાલતા ચાલતા દર્શનાર્થે આવતા હોય ત્યારે તેમના માટે આજે ખાસ ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજાર કરતાં વધુ ભક્તો એ પ્રસાદ લીધો હતો
બોટાદ સમાચાર તંત્રી શ્રી નીરજભાઈ દવે અને ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા તમામ શિવભક્તોને ઉપવાસ નિમિત્તે ફરાળી કચોરી પ્રસાદ તરીકે આપવામાં આવી હતી
સ્વયંભુ પ્રગટ શ્રી પ્રગટેશ્વર મહાદેવ નો ઈતિહાસ
આ શિવાલયનો ઈતિહાસ અચંબો પમાડે તેવો છે. વર્ષો પહેલા અહીં ખેતર હતુ ખેતરનાં માલીક હળ હાંકતા હળ અટકી ગયુ અને વિશાળ કાળા સ્ફટીક સમાન શિવલીંગ પ્રગટ થયુ.
તા.૨૭-૨-૧૯૪૧ નાં રોજ સ્વ.રાજકુમાર શ્રી મંગળસિંહજી વખતસિંહજી ગોહિલના સ્મરણાર્થે તેઓશ્રીના કુંવરાણી શ્રીબા કુંવરબા સાહેબ ખેરાળીવાળા એ અહીં સુંદર મંદિર બંધાવ્યુ હતુ,
આ શિવલીંગની તેજસ્વીતા જોઈને સરદાર વલ્લભભાઈ પટેલે વળા સ્ટેટ પાસે સોમનાથ માં સ્થાપીત કરવા આ શિવલીંગની માંગણી કરી હતી વળા સ્ટેટ તેમજ શિવ ભક્તો તેમજ શાસ્ત્રજ્ઞાનીઓના મત અનુસાર કોઈપણ શિવલીંગ સ્થાપીત થયા પછી ફેરવી શકાય નહી તેમજ સ્વયંભુ પ્રગટ થયેલ શિવલીંગ અહીંજ રહે તેવી લોક લાગણી પણ હતી આ શિવાલય પ્રગટેશ્વર મહાદેવ તરીકે પ્રસિધ્ધ છે.