જીએનએ અમદાવાદ: સમાજ ની ઉત્કૃષ્ટ સેવા કરતી આપણી પોતીકી સંસ્થા શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત શ્રી ચારધામ યાત્રાનુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શિતળા સાતમના પાવન દિવસે કાલુપુર રેલ્વે સ્ટેશનથી પ્રમુખ મુકેશભાઈ હાલાણી, મંત્રી રોહિતભાઈ મીરાણી, સહખજાનચી નિલેશભાઈ ઘટ્ટા ( પેટ્રોલપંપવાળા) , પ્રવાસનમંત્રી યોગેશભાઈ ઠક્કર, મહેશભાઈ પુજારા, સાંસ્કૃતિક મંત્રીની અધ્યક્ષતામાં આ તમામ યાત્રાળુ ભક્તોનો પરિવાર હર્ષભેર યાત્રાએ રવાના થયો છે.
શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજનની ધજા પતાકા સાથે એકતાપૂર્વક હર હર મહાદેવ..જય જય શ્રીરામ..જય જલારામ..ના નાદ સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે શ્રી લોહાણા મહાપરિષદના પૂર્વ મહામંત્રી અને અમદાવાદ વિભાગીય ઉપપ્રમુખ હિમાંશુભાઈ ઠક્કર, શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન,ખજાનચી વિનોદભાઈ ઉદેચા ,મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી દક્ષાબેન હાલાણી, નિશાબેન સાયતા, જયોત્સનાબેન મજીઠીયા,પૂર્વ પ્રમુખ, અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન, જગદીશભાઈ મજીઠિયા,
પુર્વ મહામંત્રી અને પર્યાવરણ સમિતિ ચેરમેન વૈકુંઠભાઈ ગોપાણી,ગૌ સેવા સમિતિ સહ ચેરમેન ચીમનભાઈ ઠક્કર, મહેશભાઈ મહાદેવ, સહ ચેરમેન, રમતગમત સમિતિ,રમેશભાઈ આદવાણી, સહ ચેરમેન, પર્યાવરણ સમિતિ, પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ રાચ્છ, સંગઠન મંત્રી હિતેષભાઇ સાયતા,યુવા શક્તિ તત્કાલીન પ્રમુખ ભરત આચાર્ય સહિતના ભકતોએ ઉપસ્થિત રહીને ૮૩ યાત્રાળુઓને યાત્રાનો પ્રારંભ કરાવતાં ભવ્ય અને દિવ્ય પ્રસંગ યાદગાર બનાવતાં શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન,ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષા અને અમદાવાદ પૂર્વ મ્યુ. કાઉન્સિલર સોનલબેન કંસારા, રંજન પરમાર, ગીતાબેન ચાવડા, ઉપાધ્યક્ષ કમલેશભાઈ સોની, સતિષભાઈ સોની, પ્રકાશભાઈ રાજપુત(કોકાભાઈ) સહિતની ટીમ દ્વારા પણ ફૂલહાર પહેરાવીને મીઠું મોં કરાવી ને સફળ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી..