જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ગુજરાત રાજ્ય સેવા સમિતિ દ્વારા જામનગરના શ્રી એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં કાનૂની માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ એચ.બી.ગોહિલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના રાજેશ પરમાર, હેલ્લો હાલાર અખબારના તંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમના વડીલોને સેમીનારના માધ્યમથી કાનૂની પ્રશ્નો અંગે માર્ગદર્શન આપેલ.
વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોને તેઓના સ્વાસ્થ્ય તેમજ મિલ્કત અંગેના વિવાદો વિશે પણ જરૂરી સલાહ તેમજ માહિતી આપી પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી એચ.બી.ગોહિલ દ્વારા સિનિયર સિટીઝનને લગતી દરેક હેલ્પલાઇનની જાણકારી આપવામાં આવી તેમજ તમામ હેલ્પલાઇનનોની સંસ્થામાં ઉપલબ્ધી કરાવવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા ગુજરાત રાજ્ય સેવા સમિતિના સૌરાષ્ટ્ર અધ્યક્ષ વિશાલભાઈ પોપટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શનિભાઈ સત્રોટિયા તથા દિનેશભાઈ ચુડાસમા દ્વારા તથા આભાર વિધી ક્રિષ્નાબેન ઠક્કર દ્વારા કરવામા આવેલ હતી.