રોબિન્સવિલ ટાઉનશીપના મેયર ડેવિડ ફ્રાઈડ અને મેયર જોન હિગડોન દ્વારા BAPS સંસ્થાના પ્રદાનને બિરદાવવા મહંતસ્વામી મહારાજને “કી ટુ ધ સિટી” નું સન્માન અર્પણ કરવામાં આવ્યું “આ ભૂમિને એક અકલ્પનીય વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરવા આપનો આભાર…” રૉબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ
“અહીંથી હું વધારે સારો માનવી બનીને નીકળવા ઈચ્છું છું. એક અસાધારણ ક્ષણની અનુભૂતિ..” પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ પ્રતિનિધિ થોમસ મોરિનો
·“12500 સ્વયંસેવકોની સેવા સમાજ માટે ઉદાહરણરૂપ છે..” વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠે
“BAPS અને હિન્દુ કોમ્યુનિટી આપણાં દેશમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. આંતરધર્મીય સંવાદિતા માટે અને સામાજિક સેવા માટે આપના તમામ કાર્યોની હું સરાહના કરું છું…” ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ

















