Latest

યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા રાજ્ય શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને થયા એમઓયુ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્ય ના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ જિલ્લા 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા છે.

આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ (3232 B3)ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં “ડ્રગ અવેરનેસ” કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે.

જે અંતર્ગત માદક દ્રવ્યોના સેવન અને તેની ભયાવહ બાબતો અંગે સેમિનાર, સ્ટ્રીટ પ્લે (શેરી નાટકો), વ્યાખ્યાનમાળાના આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો થકી ચાલુ વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો લક્ષ્યાંક છે.

આ એમઓયુ દરમિયાન લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B-3 ના ડ્રગ અવેરનેસ ના ચેરપર્સન નંદિની રાવલ , પ્રોટોકોલ ઓફિસર નિમેષ મંજુમદાર, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ના સેક્રેટરી ભૂમિબેન જોગાણી સહિતના લાયન્સ ડિસ્ટ્રીકટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *