ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્ય માં ૨૩ અને ૨૪ ડિસેમ્બર માં થવા જય રહેલા અખિલ ભારતીય આહીરાણી મહારાસ નો આજ રોજ ઉના ખાતે એક ડેમો રાસ રાખવામાં આવ્યો હતો જેમાં ઉના-ગીર ગઢડા તાલુકાની તમામ આહીર સમાજ ની બહેનો તેમજ જુદા જુદા ગુજરાત ના જિલ્લા માંથી આહીર સમાજ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં સૌપ્રથમ આહીર સમાજની વાડીના મેન ગેટથી થી રાસ ના મેદાન સુધી ભગવાન શ્રી ક્રિષ્ના ની જય સાથે એક રેલી રાખવા આવી હતી ત્યાર બાદ દ્વારકા ખાતે થવા જય રહેલા મહારાસ ના નિયમો જેવા કે સૌપ્રથમ બહેનો દ્વારા ઉપવાસ, જાગરણ, મૌન વ્રત, વ્યસન મુક્ત જેવા અનેક નિયમ વિશે માહિતી પણ આપવામાં આવી હતી
તેમજ ગીર સોમનાથ જિલ્લા ના પ્રતિનિધિ કરી રહેલા બહેનો દ્વારા તમામ બહેનોનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં આહીર સમાજ ના નામી અનામી આગેવાનો તમેજ અનેક આહીર સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ આહીર કાળુભાઇ દીવ