Latest

ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં 10 મિનિટમાં જ વિવિધ 9 સમિતિની રચના સુપેરે સંપન્ન

બે સમિતિના ચેરમેન પડે મહિલા, બાંધકામ સમિતિમાં સાંસદના ખાસને સ્થાન 26 વર્ષે BJP ના પ્રમુખ-ઉપપ્રમુખ બાદ બીજી ટર્મમાં પણ 9 સમિતિનું ચેરમેન પદ ભાજપના હાથમાં ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયત માં ગત મહિને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી બાદ આજે સમિતિઓની રચના અને ચેરમેન માટે ખાસ સામાન્ય સભા મળી હતી.

ભરૂચના ભાગલા એટલે કે 26 વર્ષે નર્મદા જિલ્લો અલગ પડ્યા બાદ જિલ્લા પંચાયતમાં સત્તાનું એક હથ્થું સુકાન 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP ના હાથમાં આવ્યું છે. ભાજપે જિલ્લા પંચાયત 34 પૈકી 27 બેઠકો સર કરવા સાથે 4 પાલિકા અને 7 તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાવી દઇ કોંગ્રેસ-BTP નો છેદ ઉડાવી દીધો હતો.

ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપના સુકાન બાદ બીજી ટર્મ માટે મળેલી ખાસ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતાની વરણી બાદ આજે ખાસ મળેલી બીજી સભામાં 9 સમિતિઓના ચેરમેન અને સભ્યો નીમવામાં આવ્યા હતા.

સભાખંડમાં પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડીયા, ઉપપ્રમુખ આરતીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને DDO પ્રશાંત જોષીની ઉપસ્થિતિમાં વિવિધ 9 સમિતિની રચના કરાઈ હતી.

જેમાં કારોબારી સમિતિમાં સાંસદના ખાસ એવા રાયસિંગ વસાવાની વરણી કરાઈ હતી. વિવિધ 9 માંથી 2 સમિતિના અધ્યક્ષ તરીકે મહિલાની વરણી કરાઈ હતી.

કારોબારીમાં 9 સભ્યો, શિક્ષણમાં 9, જાહેર આરોગ્યમાં 5, બાંધકામ સમિતિમાં 5 સભ્યો, અપીલ સમિતિમાં 5, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં 5 સભ્યો, મહિલા અને બાળ વિકાસ સમિતિમાં 5 સભ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યોની નિમણુંક કરાઈ હતી.

વિવિધ 9 સમિતિઓ માટે સભ્યોની દરખાસ્ત સંજયસિંહ સિંધા એ કરી હતી જ્યારે ટેકો ધર્મેશ મિસ્ત્રીએ આપ્યો હતો. સમિતિઓના ચેરમેન અને સભ્યો અંગેનું મેન્ડેટ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દ્વારા રજૂ કરાયું હતું. જિલ્લા મોવડી મંડલમાંથી આવેલા નામો મુજબ એક બાદ એક સમિતિના ચેરમેન અને સભ્યોની વરણી 10 જ મિનિટમાં બહુમતી અને ટેકા સાથે સુપેરે પાર પાડવામાં આવી હતી.

9 સમિતિઓના ચેરમેન

– કારોબારી – ધર્મેશ મિસ્ત્રી
– બાંધકામ – રાયસિંગ વસાવા
– શિક્ષણ – સંજયસિંહ સિંધા
– આરોગ્ય – અનિલ વસાવા
– અપીલ – મહેન્દ્રસિંહ વાંસડીયા
– સિંચાઈ – કિરીટ માસ્ટર
– મહિલા બાળ વિકાસ – ભાવનાબેન વસાવા
– સામાજિક ન્યાય – રાયસંગ રાઠોડ
– આવાસ બાંધકામ સમિતિ – રીનાબેન રાઠોડ

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *