શક્તિ ભક્તિ એને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે અંબાજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કરોડો ભક્તોની આસ્થા નું કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા અનેક અભિનેતાની સાથે રાજકીય કક્ષાના આગેવાનો માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે
અને તેમની સાથે સાથે કહી શકાય કે આમ લોકો પણ માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે જ્યારે અંબાજી દર્શનાર્થે આવેલ ભક્તે અંબાજી કાઠીયાવાડી હોટલ નજીક રસ્તાની સાઇડમાં ગાડી પાર્ક કરી અને વોશરૂમ જવા ગયા એટલીજ વારમાં ટોઈંગ વેન ના પાવતી ફાડવાવાળા આવી અને વાહનને લોક લગાવી દીધું હતું
જેને લઇ દર્શનાર્થીએ લોક ખોલવા જણાવતા ટોઈંગ વાળાએ જો લોક ખોલવું હોય તો ₹300 આપવા પડશે અને જો પાવતી લેવી હોય તો ₹700 આપવા પડશે અને 600 રૂપિયા ટોઈંગ નો ચાર્જ એમ કહી ઉઘાડી લૂંટ કરી પૈસા આ યાત્રિક પાસે માગ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
જ્યારે ચોક્કસથી કહી શકાય આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ટોઈંગ વેન વાળા સામે અનેક સળગતા સવાલ ઉભા થવા પામ્યા છે. અંબાજી એક પવિત્ર યાત્રાધામ હોય અંબાજી આવતા દર્શનાર્થીઓ સાથે આવી ઉઘાડી લુંટ થશે તો યાત્રિક અંબાજી ટોઈંગ વાળા અને ટ્રાફિક અને પોલીસની કેવી છાપ લઈ જશે તે એક વિચારવાની બાબત છે
ચોક્કસથી કહી શકાય કે આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જ્યારે ટોઈગ વિભાગ દ્વારા આવા ઉઘાડી લુટ ચલાવતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે..
કલેકટર ના જાહેરનામું ના ભંગ
અંબાજી ના એક માર્ગ પર અમલીકરણ કરવામાં આવે છે
જ્યારે 51 શક્તિપીઠ સક સર્કલથી સાત નંબર ગેટ જૂના નાકાથી 51 શક્તિપીઠ સર્કલ થી અંબે હોરીટેઝ .
જુના નાકાથી લગાવીને ચુંદડીવાળા માતાજી સુધીનો જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું પણ અંબાજી માં 51 શક્તિપીઠ સર્કલથી તો જૂના નાકા સુધી જ અમલીકરણ કરવામાં આવે છે બીજા બાકીના માર્ગ ઉપર કેમ નહીં તે એક મોટો પ્રશ્નાર્થ છે
અંબાજી માં ચાલતી ટોઈંગ કંપની ના માલિક ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે
અહેવાલ અમિત પટેલ અંબાજી