શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે,ત્યારે અંબાજી ખાતે દાંતા રોડ ઉપર ગુરુજી વાટિકામાં દિવ્યાંગ લોકોના ગરબાનું કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દિવ્યાંગ લોકો ગરબા રમવા આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ અને બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દિવ્યાંગ લોકોના ગરબા યોજાયા હતા. જેમાં દાંતા સ્ટેટના મહારાજા પરમવીર સિંહ ખાસ હાજર રહ્યા હતા.
અંબાજી ખાતે નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પણ આજે અંબાજી ખાતે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.ગરબા અગાઉ આરતી કરવામાં આવી હતી અને આરતીમાં પરમવીર સિંહ રાજવી જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી