શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે.
યાત્રાધામ અંબાજીમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. પાંચ ડિસેમ્બરના રોજ અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વતની તળેટીમાં ભૈરવજીનું મંદિર પ્રાચીન અને પૌરાણિક આવેલું છે મંગળવારે ભૈરવ જયંતી નિમિત્તે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઈ હતી.
અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર મા અંબાનુ મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. ગબ્બર પર્વત તળેટીમાં પ્રાચીન અને પૌરાણિક નિરંજની અખાડા નુ કાળ ભૈરવ મંદિર આવેલું છે. આ મંદિર માં માતાજીની ગાદી પણ આવેલી છે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા ગબ્બર પર્વત પર આવે છે પણ ગબ્બર પર્વતના દર્શન કર્યા બાદ ભૈરવના દર્શન કર્યા વગર યાત્રા અધુરી રહે છે.
એટલે ગબ્બર આવતા માઈ ભક્તો ભૈરવજીના અચુક દર્શન કરે છે. મંગળવારે પાંચ ડિસેમ્બરના રોજ ગબ્બર કાલભૈરવ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે હવન કરાયું હતું. મંદિરના મહંત પૂર્ણાનંદ ગીરી બાપુ ખાસ હાજર રહ્યા હતા. હવન બાદ દરેક ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી